રાજકોટ સરકીટ હાઉસ સામે રોડ ઉપરથી હ્યુન્ડાઇ વર્ના કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, દેવરાજભાઈ કળોતરા ને મળેલ સયુંકત હકીકત આધારે સરદાર બાગ સરકીટ હાઉસ સામેની શેરી રેડીયો સ્ટેશન વાળા રોડ ઉપર આદિનાથ ટાવરની સામેના ભાગે ઉપરથી હ્યુન્ડાઇ વર્ના કારમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. આશીફ મીનીવાડીયા રહે.રાજકોટ. હ્યુન્ડાઇ વર્ના કાર નં.GJ-10-CG-6502 કિ.રૂા.૩,૦૦,૦૦૦ કુલ બોટલ નંગ-૫૭૧ કિ.રૂા.૧,૩૬,૬૦૪ મળી કુલ કિ.રૂા.૪,૩૬,૬૦૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

