Gujarat

રાજકોટ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે આરોપીઓને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે આરોપીઓને શોધી કાઢતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ થતી ઘરફોડ ચોરી, વાહન ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે ગુના બનતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોય. P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ ડી.સી.બી.પો.સ્ટે.ની તમામ ટીમોને મિલ્કત સબંધી તથા શરીર સબંધીત ગુના ઓ થતા હોય જે ગુનાઓને અકુંશમાં લેવા તેમજ તેને અટકાવવા માટે સખત સુચના કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેરમાં દિવસ-રાત સતત પેટ્રોલીંગ કરી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના આપેલ હોય તેમજ અમારા સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા એસ.વી.ચુડાસમાં ની ટીમના પોલીસ માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કીશનભાઇ પાંભર તથા હરસુખભાઈ સબાડ તથા કૃષ્ણદેવસિંહ ઝાલા તથા મહાવીરસિંહ જાડેજા નાઓ ખાનગી બાતમીદારો સાથે મળીને કુવાડવા રોડ પો.સ્ટે. વિસ્તારના તરઘડીયા ગામ ખાતે થયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને ખાનગી બાતમીદારો તેમજ તેઓએ જોયેલ CCTV ફુટેઝો જોઇ ઇસમોને શોધી કાઢી તેને પકડી પાડી તેઓની પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. (૧) ભાદા દુલાભાઈ સોલંકી જાતે દે.પુ. ઉ.૪૫ રહે.નારયણનગર ઢેબર રોડ રાજકોટ (૨) હીરેન અશોકભાઈ ભટ્ટ જાતે.બ્રહાણ ઉ.૨૧ રહે.પી.ડી.માલવીયા કોલેજની બાજુમાં મફતીયાપરા રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251209-WA0052.jpg