વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ નિવાસ સ્થાને દરોડા : ૧૫૦થી વધુ અધિકારીઓ સર્ચમાં જાેડાયા, ત્રણ-ચાર દિવસ સુધી ઓપરેશન ચાલે તેવી સંભાવના
ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે ૩૫ સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જાેડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઇ છે.
અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડયા છે. એક સાથે ૩૫ સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડયા છએ. ૧૫૦થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જાેડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ, નારોલ પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.

