Gujarat

અનંત અંબાણીને મળ્યો ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ

ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડથી સન્માનિત કર્યા છે.

અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા આ એવોર્ડ અપાયો છે.

અનંત અંબાણી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર સૌથી યુવા અને પ્રથમ એશિયન બન્યા છે. તેમને આ એવોર્ડ એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં એનાયત કરાયો હતો, જ્યાં વન્યજીવન સંરક્ષણના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા.

આ સન્માન એવી વ્યક્તિઓને અપાય છે જેમની આજીવન પ્રતિબદ્ધતાએ પ્રાણીઓ અને મનુષ્યો બંને માટે પરિવર્તનકારી વૈશ્વિક અસર ઊભી કરી હોય.