પાલીતાણા માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે.
યાર્ડ ખાતે મગફળીના વેચાણ માટે કુલ 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ખરીદ વેચાણ સંઘ દ્વારા 10 નવેમ્બર, 2025ના રોજ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું
જેમાંથી અત્યાર સુધીમાં 1100 ખેડૂતો ટેકાના ભાવે પોતાની મગફળીનું વેચાણ કરી ચૂક્યા છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યાર સુધીમાં કુલ 61,000 ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે.

