ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિને નવા વેગ આપતા ગાંધીનગર ખાતે યોજાયેલા Regional AI Impact Conferenceના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વવિખ્યાત SpaceX–Starlinkના બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા.
ગુજરાત ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ અગ્રેસર બેઠક દરમિયાન રાજ્યમાં નેક્સ્ટ-જેન ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ડિજિટલ એક્સેસનો વિસ્તરણ, હાઇબ્રિડ ક્લાઉડ સોલ્યુશન્સ, GenAI એપ્લિકેશન્સ, અને ફ્યુચર-રેડી ટેક્નોલોજી અંગે વિગતવાર ચર્ચા થઈ. સ્ટારલિંક ભારતીય બજારમાં ઝડપથી પ્રવેશી રહ્યું છે અને ગુજરાત રાષ્ટ્રના ઝડપી વિકસતા રાજ્ય તરીકે આ ટેક્નોલોજી માટે મુખ્ય કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
સ્ટારલિંક તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો લોરેન ડ્રેયરે ગુજરાત સરકારના ટેક્નોલોજી-ફ્રેન્ડલી વલણ અને નવીનતાને પ્રોત્સાહન માટેની નીતિઓની પ્રશંસા કરી હતી. આ બેઠક બાદ સ્ટારલિંક તરફથી ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો “આભાર માનનીય મુખ્યમંત્રી…@Starlink ટૂંક સમયમાં ગુજરાતના લોકોની સેવા કરવા આતૂર છે!”. ગુજરાતમાં ડિજિટલ એક્સેસને અંતિમ માઈલ સુધી પહોંચાડવા માટે સ્ટારલિંકનો હાઈ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ મોટો ગેઈમ-ચેન્જર સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

