રાજકોટ અનુસુચિત જાતિના લોકોને ગુમરાહ કરી ભાજપ દ્વારા વોટ બેંક જાળવી રાખવા અભિવાદન કાર્યક્રમના તાયફો બાબત.
રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ ખાતે ગુજરાત સરકાર દ્વારા નિમાયેલા અનુસુચિત જાતિના ત્રણ મંત્રી/ મહાનુભાવોના અભિવાદન કાર્યક્રમ આપણા અતિથિ દેવો ભવ: ના કાઠિયાવાડી રીત રસમ અને આપણી ઓળખ મુજબ આવકારીએ છીએ. સમારોહમાં ઉપસ્થિત રહેનારા અનુસુચિત જાતિના લોકોને એક નમ્ર વિનંતી છે કે સમાજ તરીકે સમાજના મહાનુભાવોનુ અભિવાદન કરવુ એ આપણી સામાજિક પરંપરા છે પણ એ ત્યારે કરાય કે જ્યારે એ લોક ઉપયોગી કે સમાજ ઉપયોગી કોઈ કામ કરે અને જેનો ફાયદો સમગ્ર સમાજને થતો હોય ત્યારે નહીં કે ફક્ત પદ શોભાવવાના હોય અને અનામતના કારણે મંત્રીપદ મળ્યું હોય એવા અભિવાદનનો કોઈ મતલબ નથી કારણ કે અનુસુચિત જાતિ સમાજ ઉપર જ્યારે અન્યાય કે અત્યાચાર થાય છે. જેવા કે ખાસ કરી ને સામાજિક અને શૈક્ષણિક અન્યાય થતો હોય જેમ કે આદરણીય મંત્રી દર્શનાબેન વાઘેલા કે જેઓ પોતે વાલ્મીકી સમાજનુ પ્રતિનિધિત્વ કરતા હોય અને સમાજના પ્રશ્નો ઉકેલવા મંત્રી બનાવવામા આવ્યા છે તો શુ એમને ખબર જ નહી હોય કે ગુજરાતમા દરેક શહેરમા નગરપાલિકા અને મહાનગરપાલિકામા વાલ્મીકી સમાજ કાયમી નહી કરી ને કોન્ટ્રેક્ટ બેઝ પર એમનુ શોષણ કરવામા આવે છે નવી ભરતી કરવામા નથી આવતી અને સમય હોય અને અનુકૂળતા હોય તો રાજકોટ શહેરના મહાનગરપાલિકાના કમિશનર આપની સાથે જ હશે એમને સવાલ કરશો નહિતર મંચ પર વાલ્મીકી સમાજના કોઈ ભાઈ અથવા બહેનને જાહેરમા બોલાવીને પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરશો. આ તકે આદરણીય મંત્રી મનીષાબેન વકીલને શુ ખબર જ નહી હોય કે ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત કન્યા છાત્રાલયોમા રહેવા જમવાની અને એમની સુરક્ષાની શુ હાલત છે મનીષાબેન સત્યની નજીક જઈને તેમનુ મળેલ પદ શોભાવવા માંગતા હોય તો કન્યા છાત્રાલયમા ઓચિંતા મુલાકાત કરો અને ગુજરાતની આવનારી પેઢીને યોગ્ય સવલત આપવામાં મદદ કરશો. આદરણીય મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા સાહેબ ને વિનંતી કે તમે અનુસૂચિત જાતિ/જનજાતિની પડતર બેકલોગ ભરો અને સામાજીક અત્યાચાર વખતે પીડિત/શોષિતની પડખે ઉભા રહેજો આવુ કરી શકવામા આપ અસમર્થ હોવ તો આવા અભિવાદન અને સન્માનના તાયફા કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે સત્તામાં બેઠેલા આપણા અનુસુચિત જાતિના સત્તાધિશો ત્યારે તેમની પ્રતિક્રિયા આપતા નથી અને ત્યારે કેમ મૌન થઈ બધુ જોઈ રહ્યા હોય છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


