મેંદરડા : ખાતે લોકસભા સાંસદ તાલુકા કક્ષા ખેલ મહોત્સવ યોજાયો
મહોત્સવ માં રસ્સાખેંચ,કબડ્ડી, ઉંચી કુંદ,ખોખો વગેરે રમતો નો સમાવેશ થયેલ
મેંદરડા તાલુકા કક્ષાનો સાંસદ ખેલમહોત્સવ – 2025 સ્પર્ધાઓ જી. પી. હાઈસ્કુલમાં યોજાઈ પોરબંદર ના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર,યુવા અને રમત ગમત મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા દ્વારા આયોજીત સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધાઓ શ્રી જી.પી. હાઈસ્કુલ મેંદરડા ખાતે યોજાયેલ
જેમાં તા16 ડિસેમ્બર ભાઈઓ માટેની સ્પર્ધાઓ યોજાઈ જેમાં 17 વર્ષથી નીચેના અને 17 વર્ષથી ઉપર નાતેમજ 40 વર્ષથી ઉપરના ખેલાડી ઓ માટે કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ,યોગાસન, એથ્લેટીક્સ વગેરે મળીને કુલ 300 ખેલાડીઓ એ ભાગ લીધો અને બહોળી સંખ્યા માં પદાધિકારીઓ,અધિકારીઓ આગેવાનો અને જીલ્લા રમત ગમત અધિકારી ડૉ.મનીષ કુમાર જીલડીયા ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા
જેમાં મેંદરડા ગ્રામ પંચાયત ના સભ્ય પરસોતમ ભાઈ ઢેબરીયા, ધર્મેન્દ્રભાઈ વાળા,શ્રવણભાઈ ખેવલાણી તેમજ સી.ટી દેસાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી ખેલ મહોત્સવ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદ તમામ આમંત્રીત મહેમાનો નુ પુષ્પ ગુચ્છ આપી શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું આ મહોત્સવ મા યુવા ખેલાડી ઓ તેમજ ૪૦ વર્ષ થી ઉપર ના ખેલાડી ઓએ આ ખેલ મહોત્સવ માં ભાગ લીધો હતો
આ ખેલ મહોત્સવ મા રસ્સાખેંચ, કબડ્ડી, ઉંચી કુંદ ,ખોખો વગેરે અનેક રમતો નો સમાવેશ થયેલ હતો આ ખેલ મહોત્સવ માં તાલુકા કક્ષા એ વિજેતા થયેલ ટીમ આગામી વિધાનસભા મહોત્સવ મા રમવા જશે
આ મહોત્સવ ને સફળ બનાવવા તાલુકા કન્વીનર ધનંજય ભાઈ સાવલીયા, વિધાનસભા કન્વીનર ગીરીશભાઈ પાંચાણી તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી્ ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી
તેમજ આ કાર્યકમ દરમિયાન કોઈ પણ ખેલાડી ઘાયલ થાય અથવા ઇમરજન્સી જરુરીયાત ઉભી થાય તો આરોગ્ય ટીમ ખાસ ઉપસ્થિત રહીને એમ્બ્યુલન્સન સાથે સ્ટેન્ડ બાય વ્યવસ્થા કરી ખડે પગે રહેલ આ કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા





