ગાંધીનગરના સેક્ટર-23માં રહેતા અને સચિવાલયના પૂર્વ નાયબ સચિવના પુત્ર અને તેના પરિવારે મળીને સરકારી ટેન્ડરોના નામે કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
નિવૃત નાયબ સચિવ તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રએ સુનિયોજિત કાવતરું રચી મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ અને ચૂંટણીમાં સીસીટીવી કેમેરા લગાવવાના નકલી વર્ક ઓર્ડર બનાવી એક બિલ્ડર અને તેમના મિત્રો પાસેથી કુલ રૂ. 7 કરોડ 62 લાખ 49 હજારથી વધુની રકમ પડાવી લીધી હોવાની વધુ એક ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ મથકે નોંધાઈ છે.
ઇલેક્શનમાં અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપી ગાંધીનગરના સેક્ટર 23 પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા મોન્ટુભાઈ ઇન્દુભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેમને પડોશમાં પ્લોટ નંબર 689/2માં રહેતા નિરવ મહેન્દ્રભાઈ દવેએ પોતાની પેઢી ‘ઓમ એન્ટરપ્રાઇઝ’ દ્વારા વર્ષ 2017માં સરકાર તરફથી ઇલેક્શનમાં ગાંધીનગર, અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં સીસીટીવી લગાવવાનું ટેન્ડર મળ્યાની લાલચ આપવામાં આવી હતી.
નિરવના પિતા નિવૃત સચિવ રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠો ત્યારે નિરવના પિતા મહેન્દ્રભાઈ સચિવાલયમાં નિવૃત સચિવના ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા હોવાથી મોન્ટુભાઈને અતૂટ વિશ્વાસ બેઠો હતો. એટલે મોન્ટુભાઈએ પ્રથમ 7 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં જૂનાગઢ જિલ્લામાં પણ ઘરે ઘરે કચરા ટોપલી મૂકવાનું ટેન્ડર લાગ્યાનું કહી નિરવે રૂપિયા પડાવ્યા હતા. જેમાં આખો પરિવાર સામેલ હતો.

