Maharashtra

ઉર્વશી રૌતેલાનો નવો લૂક જાેઈ ફેન્સ ચોંકી ઉઠ્યા

મુંબઈ
ઉર્વશી રૌતેલાએ બ્લેક હ્વઙ્મટ્ઠષ્ઠા હ્વેજંૈીિ ઙ્ઘિીજજ પહેરેલી તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે શાનદાર લાગી રહી છે. ચાહકોએ ઉર્વશીના વખાણ કર્યા છે કોઈએ કહ્યું કે, “બાર્બી ડોલ ખૂબ જ અદ્ભુત દેખાઈ રહી છે,” કોઈએ કહ્યું, ‘લાઇફટાઇમ ક્રશ’, એક સેકન્ડ માટે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય છે,ઉર્વશી તાજેતરમાં મિસ યુનિવર્સ સ્પર્ધા ની ૭૦મી આવૃત્તિમાં જ્યુરી સભ્ય તરીકે જાેવામાં આવી હતી, જે હરનાઝ સંધુએ જીતી હતી. તેણીએ અગાઉ મિસ યુનિવર્સ ૨૦૧૫ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી રૌતેલા એક મોટા બજેટની સાયન્સ ફિક્શન તમિલ ફિલ્મ સાથે તેની તમિલ કારકિર્દીની શરૂઆત કરશે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને ૈંૈં્‌ૈટ્ઠહની ભૂમિકા ભજવશે. આ પછી તે થ્રિલર ફિલ્મમાં નજર આવવાની છે. ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં જ ‘બ્લેક રોઝ’ સાથેની ‘થિરુતુ પાયલ ૨’ની હિન્દી રિમેકનું નામ જાહેર કર્યું છે. ઉપરાંત, ઉર્વશી રૌતેલા રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં અભિનય કરી રહી છે, જે સુપર કોપ અવિનાશ મિશ્રાની સત્ય ઘટના પર આધારિત બાયોપિક છે.સંધુએ મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક ક્ષણમાં અભિનેત્રી ઉર્વશી રૌતેલા ત્યાં જજ તરીકે હાજર હતી. ત્યાં હાજર જજાેમાં ઉર્વશી સૌથી નાની વયની જજ હતી. મિસ યુનિવર્સ ૨૦૨૧ના નિર્ણાયક બન્યા બાદ તે ખૂબ જ ખુશ અને ભાવુક થઈ ગઈ હતી. ભારતે ૨૧ વર્ષ બાદ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ સ્પર્ધા ઈઝરાયેલમાં યોજાઈ હતી. ભારતને મિસ યુનિવર્સ સ્પર્ધા જીતતા જાેવામાં ઉર્વશી રૌતેલાની સિદ્ધિ નોંધપાત્ર છે. મિસ યુનિવર્સ ૨૦૨૧ સ્પર્ધામાં ભારતની જીત બાદ ઉર્વશી રૌતેલા દેશ પરત ફરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *