Gujarat

લાલપુર બાર એસોસિએશનની ચૂંટણી – દર્શિત કરમુર સતત બીજી વખત સંભાળશે પ્રમુખ પદનો કાર્યભાર

લાલપુર બાર એસોસિએશનના વર્ષ 2026ના હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં દર્શિત કરમુર સતત બીજી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે.

પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી જેવા મહત્ત્વના હોદ્દાઓ માટે ઉમેદવારો વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી હતી. આ ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ઉત્સાહનો માહોલ હતો. ઉમેદવારોએ અંતિમ ક્ષણ સુધી મતદારોને આકર્ષવા પ્રયાસ કર્યા હતા.

ચૂંટણીના પરિણામ સ્વરૂપ, પ્રમુખ પદે દર્શિત કરમુર, ઉપપ્રમુખ પદે સહદેવસિંહ વાળા, સેક્રેટરી તરીકે પ્રતિકસિંહ રાણા અને ખજાનચી તરીકે ચેતનભાઈ કાબરીયાની વરણી કરવામાં આવી હતી.

નવા ચૂંટાયેલા હોદ્દેદારોના સમર્થકો અને વકીલ મિત્રોએ કોર્ટ પરિસરમાં ઉજવણી કરી હતી. આ પ્રસંગે ચૂંટાયેલા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.