Gujarat

જીવદયા માટે જૈન સમાજ એક મંચ પર

જીવદયા અને અહિંસા ના પાવન કાર્યને વધુ ગતિ આપવા માટે, પ. પુ. મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત “અહિંસા ભક્તિ” સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠકમાં જૈન સમાજના ચારેય ફિરકા સહિત સમગ્ર જૈન સમાજના વિવિધ સંઘો, સંસ્થાઓના પ્રમુખશ્રીઓ તથા સેક્રેટરીશ્રીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

જીવદયા – અબોલ જીવોના કલ્યાણ માટે આયોજિત આ ભવ્ય કાર્યક્રમના આયોજન, સહયોગ, ટિકિટ વિતરણ, કાર્યક્રમ વ્યવસ્થાપન તથા સંઘીય ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ બેઠક દરમિયાન પ. પુ. મહારાજ સાહેબના પ્રેરણાદાયક પ્રવચન અને માર્ગદર્શન દ્વારા અહિંસા, જીવદયા અને સંઘશક્તિના મહત્ત્વ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. બેઠકમાં જૈન સમાજ તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો અને અનેક સંઘો તથા સંસ્થાઓ દ્વારા કાર્યક્રમ માટે સક્રિય સહયોગની જાહેરાત કરવામાં આવી છે.

આ આયોજન જૈન સમાજની એકતા, સંવેદનશીલતા અને જીવદયા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું.