બાબરા
તા ૨૦/૦૪/૨૦૨૦
બાબરા તાલુકાના ખાખરીયા ગામે સરપંચ તથા ગ્રામ જનો દ્વારા જીલ્લા બહાર જવા આવવા ના માર્ગો બંધ કરવામાં આવ્યા.
(જુના ગાડા માર્ગો કે જે અન્ય જીલ્લા ને જોડતા હોય છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યા છે.)
દેશમાં કોરોના નો હાહાકાર છે. ત્યારે અમરેલી જીલ્લા માં હજુ સુધી કોરોના નો એક પણ પોજીટીવ કેસ નોંધાયો નથી અને આગળ કોઈ કેસ ના આવે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક દ્રારા અમરેલી જીલ્લા માં પાડોસી જીલ્લા ના લોકો ને પ્રવેશ ના આપવા આદેશ કર્યો છે.
તે ભાગરૂપે બાબરા ના ખાખરીયા ગામના યુવા સરપંચ મયુરભાઈ વિરોજા દ્રારા ગામની બહાર જે માર્ગો બીજા જીલ્લા ને જોડાઈ છે તે મુખ્ય માર્ગો સહિત આડા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. જેથી અમરેલી જીલ્લા બહાર ના કોઈ માણસ જીલ્લા મા પ્રવેશ ના કરી સકે. અને ખાખરીયા ગામમાં આવતા લોકો ની પાકી માહીતી લેવામાં આવેશે. અને જો અમરેલી જીલ્લા બહાર ના જણાઈ આવે તો ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો. ગામના યુવાનો ની એક ટીમ બનાવી ગામના પાદર મા પેરો કરવામાં આવે છે.અને આવતા જતા લોકો ની તપાસ કરવા માં આવેશે.ત્યારે ગામ ના લોકો નો પણ સાથ સહકાર સારો છે અને તલાટી મંત્રી ભરતભાઈ ધાંધલીયા,વિપુલ ભાઈ કાચેલા, હરેશભાઈ સિધ્ધપરા, મખાભાઈ લાંબરિયા,જગદીશભાઈ કાચેલા, મુકેશભાઈ ચાવડા,હિંમતભાઈ રાછડિયા, પાસાભાઈ સુસરા ત્યારે સરપંચ તથા બધાજ મિત્રો દ્વારા ખાખરીયા ગામ ની બોડરો બંથ કરી ને પાદરમાં પેરો કરવામાં આવે છે
રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા