Gujarat

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસની હાજરીમાં તોફાન

અમદાવાદના ખોખરા ભાઈપુરા રોડ પર આવેલા ‘જય અંબે ફાસ્ટ ફૂડ‘ નામના સ્ટોલ પર સામાન્ય પૈસાની લેતીદેતીમાં મોટી મારામારી સર્જાઈ હતી. આરોપી મોન્ટુ કોષ્ટી અને તેના ત્રણ મિત્રો સિગારેટ અને મસ્કાબન લેવા આવ્યા હતા. જ્યારે દુકાન માલિક રાજેશ વર્માએ વસ્તુઓના પૈસા માંગ્યા, ત્યારે મામલો બિચક્યો હતો અને બોલાચાલી બાદ આરોપીઓએ આતંક મચાવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે પોલીસની ઁઝ્રઇ વાન ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે પણ આ લુખ્ખા તત્વો ડર્યા વગર પથ્થરમારો કરી રહ્યા હતા.

મીડિયા સુત્રો થકી મળતી માહિતી અનુસાર, શહેરના ખોખરા ભાઈપુરા રોડ પર રાજેશ વર્મા ‘જય અંબે ફાસ્ટ ફૂડ‘ નામનો સ્ટોલ ચલાવે છે. જ્યાં મોન્ટુ કોષ્ટી નામનો શખસ તેના ત્રણ મિત્રો સાથે આ સ્ટોલ પર મસ્કાબન અને સિગારેટ લેવા આવ્યો હતો. નાસ્તો કર્યાં બાદ બિલની ચુકવણી બાબતે મોન્ટુ અને દુકાનદાર રાજેશ વર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરાર બાદ ઉશ્કેરાયેલા મોન્ટુ અને તેના સાથીઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી, જેના કારણે આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જાે કે, નવાઈની વાત એ હતી કે પોલીસની હાજરી હોવા છતાં બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો અને મામલો વધુ બિચક્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસનો પણ ડર રાખ્યા વિના જાહેરમાં આતંક મચાવ્યો હતો.

ખોખરા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. પોલીસે મુખ્ય આરોપી મોન્ટુ કોષ્ટી તેમજ સામા પક્ષે મારામારીમાં સામેલ રહેલા દુકાનદાર રાજેશ વર્માની પણ ધરપકડ કરી છે. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે અને અન્ય ફરાર શખસોની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટના બાદ ખોખરા પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે: પોલીસ કાર્યવાહી: પોલીસે મુખ્ય આરોપી મોન્ટુ કોષ્ટી અને રાહુલ કોષ્ટીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે મિત્રોની શોધખોળ ચાલુ છે.