વડોદરા
૯ બેઠકો માટે ૨૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. આજે વિવિધ ફેકલ્ટીના કુલ ૧૧,૬૧૬ મતદારો ૪૧ મતદાન મથકો પર મતદાન કરશે. જેમાં કોમર્સ, આર્ટસ ,ટેકનોલોજી, હોમ સાયન્સ, ફાઇન આર્ટસ, પરર્ફોંમીગ આર્ટસ, સોશિયલ વર્ક, લો, ફામર્સી સહિત ૯ ફેકલ્ટીઓ માટે ચૂંટણી યોજાઇ રહી છે. વડોદરાની એમ.એસ યુનિવર્સિટી (સ્જીેં)ની સેનેટના ચૂંટણી મહાસંગ્રામમાં રવિવારે રજિસ્ટર્ડ ગ્રેજયુએેટ કેટેગરીની ૯ ફેકલ્ટીની બેઠક માટે સવારે ૧૧ વાગ્યે મતદાન શરૂ થયું છે જે ૫ વાગ્યા સુધી ચાલશે. ગણપતિના જય ઘોષ અને મતપત્ર કેવી રીતે નાખવુ તેની સમજ આપી મતદાન શરૂ કરાયું છે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં હોબાળો થતાં પોલીસ તેમજ ચૂંટણી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉમેદવાર કપિલ જાેશીએ મીડિયા સાથે વાત કરતાં યુનિવર્સિટીનાં સત્તાધિશો પર ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેઓએ જણાવ્યું હતું કે, અહીં મતદાન મથકે ડિલિટેડ યાદી જ રાખવામાં આવી નથી. બુથ પર બેસેલા યુનિવર્સિટીનાં સત્તાધીશો પાસે અપડેટ ડિલિટેડ યાદી જે હોવી જાેઇએ તે હતી જ નહીં. માટે મતદારોને કહેવામાં આવ્યું કે, તમારુ નામ અહીં ડિલીટ થઇ ગયુ છે. જાે મતદારનું નામ અહીં ડિલીટ થયુ હોય તો બીજી જગ્યા પર ક્યાં નામ છે તેનું કોઇ માર્ગદર્શન આપવામાં આવ્યું નં હતું.આથી મતદારો હેરાન થયાનો આક્ષેપ ઉમેદવાર કપિલ જાેશીએ કર્યો હતો.
ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ઉમેદવાર અર્જુને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, બધા ફાફડા જલેબી જમીને જજાે. મતદાન દરમિયાન વિકલાંગો માટે વ્હિલચેર અને માસ્ક વિના આવતા લોકોને મફત માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે ૩ મહિનાના બાળકને સાથે લઈને માતા-પિતા મત આપવા આવ્યા હતા. કોંગ્રેસના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થું) એ બુથની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે આ ચૂંટણીમાં વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા હતાં. જાે કે આ ચૂંટણી જંગ ભાજપ વિરૂદ્ધ ભાજપનો જ બની ગયો છે. એક તરફ સેનેટ સિન્ડિકેટ સભ્ય જીગર ઇનામદાર સમર્થિત ઉમેદવારો છે. તો બીજી તરફ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી સેનેટની ચૂંટણીના સત્તાવાર ઉમેદવારો છે. પહેલીવાર સીધો હસ્તક્ષેપ કરનાર ભાજપે વોર્ડ પ્રમુખ-કાઉન્સિલરો, સંગઠનને ઉતારી ચૂંટણી જીતવા એડીચોટીનું જાેર લગાવ્યું છે. જયારે જીગર જૂથ રજિસ્ટ્રેશનના જાેરે મેદાનમાં છે. ભાજપના માઇક્રોપ્લાનીંગમાં દરેક વોર્ડમાં કાર્યકરોને નક્કી કરેલા નામોની યાદી સોંપાઇ છે. બપોરે ૨ વાગ્યા પછી જે મતદારોએ મતદાન નહીં કર્યું હોય તેમના ઘેર જઇને મતદાન કરવા લઇ જવાશે. પ્રથમ વાર બે ફેકલ્ટીઓ કોમર્સ અને ટેકનોલોજીમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ વાર ૧૦૦થી વધારે ખાનગી ગાડીઓનો ઉપયોગ મતદારો માટે કરવામાં આવશે.