Gujarat

રાજકોટ સિવિલ હોસ્પિટલના એમિક્રોન વોર્ડમાં બે શંકાસ્પદ દર્દી દાખલ કરાયા

રાજકોટ
ગત તારીખ ૧૬ ડિસેમ્બરના રોજ ત્રંબાની એક શૈક્ષણિક સંસ્થાનો ૨૩ વર્ષીય વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો અને તે દિવસે જ તેને રાજકોટ સિવિલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો હતો. સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ આજે એમિક્રોન વોર્ડમાં હાલ બે દર્દી દાખલ છે. ત્રંબાની એક શૈક્ષણિક સંસ્થાનો ૨૩ વર્ષીય વિદ્યાર્થી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ કન્ટ્રી ઓમિક્રોન નોટિફાઇડ હોવાથી ભારે તકેદારી સાથે શૈક્ષણિક સંસ્થા ખાતેથી આ દર્દીને ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં ખસેડાયો હતો. બાદમાં ૧૦૮ના ડ્રાઈવરનું પણ સર્વેલન્સ કરાયું હતું અને તેનું ટેસ્ટિંગ પણ કરાયું છે. આ ઉપરાંત દર્દીના સંપર્કમાં આવેલા શૈક્ષણિક સંસ્થાના સ્ટાફનો પણ ટેસ્ટ કરાયો હતો.
આ તરફ રાજકોટ શહેરમાં આફ્રિકાના તાન્ઝાનિયાથી આવેલો ૧૭ વર્ષીય સગીરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેના સેમ્પલ લઈ ઓમિક્રોન ચકાસણી માટે ગાંધીનગરની લેબમાં મોકલાયા છે. પરિવાર યાજ્ઞિક રોડ વિસ્તારમાં રહે છે, પરિવારના સભ્યોનો ટેસ્ટ કરવા તજવીજ કરાઈ છે. કારણ કે, પરિવારના સભ્યો પણ તાન્ઝાનિયાથી આવેલા છે. જ્યારે સાવચેતી માટે હાલ સગીરને સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે હાલ બંને શંકાસ્પદ દર્દીના સેમ્પલ મેળવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગ પણ બંનેના રિપોર્ટની રાહ જાેઈ રહ્યું છે. અગાઉ ૩ દર્દીના સેમ્પલ મોકલાવમાં આવ્યા હતા જે નેગેટિવ આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના એમિક્રોન વોર્ડમાં નવા વેરિયન્ટના બે શંકાસ્પદ દર્દી દાખલ કરાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બન્ને દર્દી આફ્રિકન કન્ટ્રીની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક એક ખાનગી શૈક્ષણિક સંસ્થાના ૨૩ વર્ષીય વિદ્યાર્થી અને રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતા ૧૭ વર્ષીય સગીર મળી કુલ બન્ને શંકાસ્પદ દર્દી હાલ એમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના સેમ્પલો ચકાસણી માટે મોકલાયા છે તેના રિપોર્ટની રાહ જાેવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *