Gujarat

રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકમ.

રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકમ.

રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો દ્રારા સાયબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરીયાદો અન્વયે રાજકોટ શહેર પોલીસ દ્રારા કરવામાં આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે સાયબર ક્રાઇમ ના ભોગ બનેલા નાગરીકો ને તેઓ એ ફ્રોડ મા ગુમાવેલ રકમ તેમજ ગુના ના કામે રીકવર કરેલ મુદામાલ વાહન/વસ્તુ/સોના ના દાગીના તેમજ ‘CEIR પોર્ટલ’ ની મદદથી ચોરી તથા ગુમ થયેલ મોબાઇલ ફોન જે રિકવર કરી અરજદારઓ ને પરત સોપવા સારૂ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના P.I બી.વી.બોરીસાગર નાઓની ઉપસ્થિતીમાં એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ. રાજકોટ શહેર ના નાગરીકો સાથે સાયબર ફ્રોડ થયેલ હોય તેવી અલગ-અલગ અરજીમાં ફ્રીઝ રહેલ અરજદારઓ ની અરજીના અરજદારને કોર્ટ મારફતે રીફંડ પ્રોસેસ કરાવી કુલ રકમ રૂ.૧૨,૭૫,૨૩૮ અરજદારઓને તેઓના નાણા પરત અપાવેલ છે. આમ અરજદારઓએ ફ્રોડ મા ગુમાવેલ રકમ તેમજ ગુના ના કામે રિકવર કરેલ મુદામાલ વાહન/વસ્તુ/સોના ના દાગીના તેમજ ચોરી/ગુમ થયેલ મોબાઇલ ફોન એમ કુલ રકમ રૂ.૪૫,૯૨,૨૨૩ નો મુદ્દામાલ પરત અપાવવામા આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20251231-WA0025.jpg