Gujarat

ગુજરાતનાં ગાંધીનગર શહેરમાં વધુ એક ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ

,ગાંધીનગર
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ પહેલા આજે ઓમિક્રોનનો પહેલો કેસ સત્તાવાર નોંધાયો છે. જેના કારણે તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. લંડનથી આવેલા કિશોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૫ વર્ષના કિશોરને અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ત્યારે ઓમિક્રોનના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ સાથે જ ઓમિક્રોન સંક્રમિત કિશોરના સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં અત્યારે ૧૦ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગરમાં પણ એક કેસ નોંધાતા વાઈબ્રન્ટ પહેલા ચિંતા વધી છે. જાેકે, અન્ય એક કેસ ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ છે. ગાંધીનગરમાં આજે સત્તાવાર રીતે ઓમિક્રોનની એન્ટ્રી થઈ ચૂકી છે. સેકટર-૧માં અઠવાડિયા અગાઉ લંડનથી આવેલા ૧૫ વર્ષીય વિદ્યાર્થીનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. વાયબ્રન્ટ ટાણે પાટનગર ગાંધીનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ ૧૫ વર્ષનો દ્ગઇૈં કિશોર લંડનમાં જ રહે છે. જે ૧૧ ડિસેમ્બરે ગાંધીનગર આવ્યો હતો. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કિશોરનો અમદાવાદમાં ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે રિપોર્ટની ક્વાલિટી ૨૫થી વધુ આવતા રિપોર્ટ જિનોમ સિક્સવન્સિંગ માટે મોકલવામાં આવે છે. ત્યારે આ કિશોરનો રિપોર્ટ પણ લેબમાં મોકલવામાં આવ્યો હતો. લેબમાંથી તેનો રિપોર્ટ એક અઠવાડિયા બાદ આવતા ઓમિક્રોન હોવાની પુષ્ટિ થઈ છે. અત્યારે કિશોર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જાેકે, તેની સાથે તેના પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *