મુંબઈ
અંકિતા લોખંડેએ લગ્ન બાદ પોતાના પહેલા બર્થડે સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અંકિતા કેક કાપતી જાેવા મળી રહી છે. કેક પર મિસીસ જૈન લખેલું છે. આ સેલિબ્રેશનમાં વિકી સાથે તેનો પરિવાર પણ જાેવા મળી રહ્યો છે. અભિનેત્રી કંગના રનૌતે પણ અંકિતા અને વિકીના લગ્નના સંગીતમાં ભાગ લીધો હતો. કંગના અને અંકિતાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બંનેએ ફિલ્મ મણિકર્ણિકામાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. અંકિતાએ તાજેતરમાં જ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અંકિતાનો આ પહેલો જન્મદિવસ છે, જેને ખાસ બનાવવા માટે પતિ વિકી કોઈ કસર છોડી રહ્યા નથી. વિકીએ સોશિયલ મીડિયા પર અંકિતાને સ્પેશિયલ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. વિકી અને અંકિતા ૧૪ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અંકિતા અને વિકીએ લગ્નના દરેક ફંક્શનને ખૂબ એન્જાેય કરતા જાેવા મળ્યા હતા. ત્યારે આજે વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીએ સનસેટમાં પોતાની અને અંકિતાની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યુ, હેપ્પી બર્થડે મિસીસ જૈન વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બંને એકબીજામાં ખોવાયેલા જાેવા મળે છે. વિકીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સ અને ચાહકો પણ અંકિતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, હેપ્પી બર્થડે મિસીસ જૈન. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું, તમે બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.અંકિતાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી.


