Maharashtra

જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ૨ હવે OTT પ્લેટફોર્મ પર આવશે

મુંબઈ
સત્યમેવ જયતે ૨ ફિલ્મમાં જાેન અબ્રાહમ ભ્રષ્ટાચાર સામે લડતો જાેવા મળ્યો છે. તે દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગે છે. જેમાં તેની પત્ની દિવ્યા ખોસલા કુમાર તેને સપોર્ટ કરે છે. સત્યમેવ જયતે ૨ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, મોનિષા અડવાણી, મધુ ભોજવાણી, નિખિલ અડવાણી દ્વારા નિર્મિત છે અને મિલાપ ઝવેરી દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં નોરા ફતેહીનું એક આઈટમ સોંગ પણ છે. જેનું નામ કુસુ-કુસુ છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ૨ ની સલમાન ખાનની ફિલ્મ સાથે થિયેટરોમાં ટક્કર થઈ હતી. છેલ્લે આયુષ શર્મા સલમાન ખાન સાથે લીડ રોલમાં જાેવા મળ્યો હતો. આ ટક્કરને કારણે બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનને અસર થઈ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હોન અબ્રાહમ ટૂંક સમયમાં ફિલ્મ ‘એટેક’માં જાેવા મળવાનો છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. હવે જ્હોનની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર જાેન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ૨ ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ૨૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે. જ્હોનની ફિલ્મ થિયેટરોમાં સલમાન ખાનની ફિલ્મ સાથે સ્પર્ધા કરી હતી. હવે જ્હોને તેની ફિલ્મ ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો ર્નિણય લીધો છે. સત્યમેવ જયતે ૨ માં જ્હોન સાથે દિવ્યા ખોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જાેવા મળી હતી. ખાસ વાત એ છે કે, આ ફિલ્મમાં જ્હોન ટ્રિપલ રોલમાં જાેવા મળ્યો છે. હવે આ ફિલ્મ આવતા અઠવાડિયે ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ૨ એમેઝોન પ્રાઇમ પર ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ટી-સીરીઝે સત્યમેવ જયતે ૨નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરીને આ જાણકારી આપી છે. પોસ્ટ શેર કરતાં તેણે લખ્યું- તમારા વીકએન્ડ એક્શન પેક બનાવવા માટે તૈયાર. અમે ૨૩મી ડિસેમ્બરે એમેઝોન પ્રાઇમ પર આવી રહ્યા છીએ. મહામારીને કારણે ઘણી ફિલ્મો સીધી ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને થિયેટર કરતાં વધુ પહોંચ મળે છે. હવે ૫૦ ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલી ગયા છે. ત્યારથી નિર્માતાઓએ હવે થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થયાના ચાર અઠવાડિયા પછી તેને ર્ં્‌્‌ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનું શરૂ કર્યું છે.

Satyamev-Jayate-2-will-now-come-on-OTT-platform-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *