રાજકોટ માધાપર ચોકડી હાઇ-વે રોડ ઉપરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ૩ ઇસમોનો પકડી પાડતી LCB ટીમ.
રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, LCB ઝોન-૨ ટીમ તથા ઇન્ચાર્જ ગાંધીગ્રામ P.I એચ.એન.પટેલ ની રાહબરી હેઠળ પ્રયત્નશીલ હોય આ દરમ્યાન આર.એચ.ઝાલા તથા એલ.સી.બી. ઝોન-૨ કર્મચારીઓ ઝોન-૨ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એલ.સી.બી. ઝોન-૨ ના કર્મચારીઓને મળેલ સંયુકત બાતમી આધારે રાજકોટ માધાપર ચોકડી થી બેડી ચોકડી તરફ જતા હાઇ-વે રોડ મનહરપુરના મંદીરની સામે બાણધારી હોટલ આગળ એક ઓટો રીક્ષા રજીનં.GJ-03-AX-8696 માંથી રોડ ઉપરથી જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં ગુન્હો નોંધવામાં આવેલ છે. (૧) અમીનશા યાસીનશા શાહમદાર રહે.રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપ આઇ વિંગ ફલેટ નં.૧૧ રાજકોટ મુળ.સરસઇ તા.વિસાવદર જી.જુનાગઢ (૨) અરમાન રાજુભાઇ ખોખર રહે.ભગવતીપરા ભારત પાનની સામે ભાડેથી રાજકોટ મુળ.બગસરા, જી.અમરેલી (૩) મોહસીન અલારખાભાઇ શાહમદાર રહે.ભગવતીપરા બોરીચા સોસાયટી શેરીનં.૩ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


