રાજકોટ કોઠારીયા રીંગ રોડ પરથી ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૯/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ ૩૧ ડિસેમ્બરના અનુસંધાને પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિલીપભાઈ બોરીયા તથા દિપકભાઈ ચૌહાણ તથા વિશાલભાઈ દવે નાઓને મળેલ સંયુક્ત હક્કિત આધારે રાજકોટ, કોઠારીયા રીંગ રોડ લીજ્જત પાપડ બિલ્ડીંગ સામે, હાઈ-વે ઉપરથી આરોપીને તેના હસ્તકના ટાટા ટ્રકના કેબીનની પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ચંદનસીંગ નેનુસીંગ રાવત ઉ.૩૦ રહે.ખલીયા ગામ, તા.ખરેડા જી.ભીલવાડા (રાજસ્થાન). ટાટા ટ્રક જેના રજી.નં.GJ-03-BW-8519 કિ.૫,૦૦,૦૦૦ તથા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.૮,૯૪,૧૬૦ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૮૧, ૯૮(૨), ૧૧૬(બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


