શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. શહેરના નિકોલ રોડ પર આવેલા એકજ ફ્લેટના ત્રણ મકાનમાં ધોળા દિવસોએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતા ચકચારમચી ગઈ છે. તસ્કરોએ ત્રણ મકાનમાં તાળા તોડીને ધુસ્યા હતા અને 8.66 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. ધોળા દિવસે ચોરી થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ઘરે આવતા ટોળું દરવાજા પાસે ઊભું હતું નિકોલ રોડ પર આવેલા નરનારાયણ ફ્લેટમાં રહેતી દક્ષાબેન પ્રજાપતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. દક્ષા પતિ કમલેશ અને દીકરા વેદ સાથે રહે છે. દક્ષા ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે, જ્યારે તેનો પતિ લોંડિગ રિક્ષા ચલાવે છે અને દીકરો કોલેજમાં અભ્યાસ કરે છે. ગઈકાલે દક્ષાબેન પોતાના ઘરેથી નોકરી જવા માટે બપોરે નીકળ્યા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ દક્ષાબેન ઘરે પરત આવ્યા, ત્યારે કેટલાક લોકો તેમના ઘરની બહાર ટોળુ કરીને ઉભા હતા.
મહિલાને આડોશ-પાડોશમાં પણ ચોરી થયાની જાણ થઈ દક્ષાબેનનો દીકરો પણ ત્યાજ ઉભો હતો, જેથી તેણે જણાવ્યુ કે, હું આવ્યો ત્યારે ઘરનું તાળુ તૂટેલુ હતું અને ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો. દક્ષાબેન તરતજ ઘરમાં જઈને જોયુ તો સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. તસ્કરોએ દક્ષાબેનના ઘરમાંથી 3.75 લાખના મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દરમિયાનમાં દક્ષાબેનને જણાવ્યુ મળ્યુ કે, ચોરી તેમના ઘરમાંજ નહીં પરંતુ અડોશ-પડોશમાં પણ થઈ છે.

