ગાગોદર પોલીસે ગાગોદર ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી કરી. આ ઉજવણી “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફની ઉપસ્થિતિમાં ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને, વાહનચાલકો અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે પતંગોનું વિતરણ કરાયું હતું. આ પતંગો પર ઓવરસ્પીડિંગ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, અનઅધિકૃત પાર્કિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ તેમજ દારૂ પીને વાહન ન ચલાવવા જેવા સલામતી સંદેશા લખેલા હતા પોલીસે લોકોને માર્ગ સલામતીના નિયમો વિશે માહિતગાર કર્યા હતા અને સુરક્ષિત વાહન વ્યવહાર માટે નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા.

