લાલપુર શહેરમાં તાલુકા ભાજપ પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરાયું હતું.આ વિતરણનો મુખ્ય હેતુ એ હતો કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો પણ ઉત્તરાયણના પર્વની ખુશીથી ઉજવણી કરી શકે.

ભાજપ પરિવારે આ પહેલ દ્વારા સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો.આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ, પૂર્વ સરપંચ, જિલ્લા ભાજપ લીગલ સેલ કન્વીનર, ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, અનુસૂચિત જાતિના આગેવાન અને જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

