Gujarat

તળાજામાં પતંગ ચગાવતી વખતે યુવાન અગાસી પરથી નીચે પટકાયો

ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક યુવાન અગાસી પરથી નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના તળાજાના દિન દયાલ નગર વિસ્તારમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અંકિત ચાહું નામનો યુવાન અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક નીચે પટકાયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂરિયાત હોવાથી તેને ભાવનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.