Gujarat

દહેગામ અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં શોર્ટસર્કિટથી ધુમાડાના ગોટેગોટા ઉડયા

કોમ્પ્લેક્સ ભયનો માહોલ ફેલાઈ ગયો સદનસીબે મોટી જાનહાનિ ટળી, GEB અને ફાયરની સમયસર કાર્યવાહી

દહેગામ-અમદાવાદ રોડ પર નેહરુ ચોકડી પાસે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં શોર્ટસર્કિટના કારણે ધુમાડાના ગોટેગોટે નીકળ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સદનસીબે, મોટી જાનહાનિ ટળી હતી. કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સીડીઓ નીચે લગાવેલા અનેક વીજ મીટરોમાં અચાનક શોર્ટસર્કિટ થયું હતું. જેના પરિણામે ભારે પ્રમાણમાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો એટલો ગાઢ હતો કે થોડી જ ક્ષણોમાં સમગ્ર કોમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

અશ્વમેઘ કોમ્પ્લેક્સને અડીને આવેલી કલ્પનાનગર સોસાયટીના રહીશોએ ધુમાડો જાેઈને તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કલ્પનાનગર સોસાયટીના ચેરમેન લીલાભાઈ રબારીએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક ય્ઈમ્ દહેગામને જાણ કરી હતી. જાણ થતાં જ ય્ઈમ્ના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક મુખ્ય વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, જેનાથી આગ વધુ ફેલાતી અટકી હતી. દહેગામ નગરપાલિકાની ફાયર ટીમ પણ સમયસર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી આગ લાગવાની શક્યતા સંપૂર્ણપણે દૂર કરી હતી.

આ કોમ્પ્લેક્સમાં ત્રણથી ચાર દવાખાના, દહેગામ ન્ૈંઝ્રની શાખા, ટ્યુશન ક્લાસ, લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટરો આવેલા છે. સદનસીબે, ઉત્તરાયણની રજા હોવાથી કોમ્પ્લેક્સ બંધ હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. સામાન્ય દિવસોમાં અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે, તેથી જાે આ ઘટના કાર્યદિવસે બની હોત તો મોટી જાનહાનિ થઈ શકત. ધુમાડો ફેલાતાં આજુબાજુની સોસાયટીઓમાં નાસભાગ મચી ગઈ હતી. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ ભયભીત બનીને ઘરો બહાર આવી ગયા હતા. સ્થાનિક લોકોએ તંત્રની ઝડપી કાર્યવાહી બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વીજ મીટરોની યોગ્ય તપાસ અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી.