Gujarat

મોરબીમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવકનો આપઘાત

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં લિવ-ઈન પાર્ટનરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલાં યુવક અને યુવતી મૈત્રી કરાર કરીને સાથે રહેતાં હતાં, જાેકે થોડા દિવસ પહેલાં યુવતી પોતાના ઘરે ગઈ હતી. એ બાદ પરત ન ફરતાં યુવાનને લાગી આવ્યું હતું, જેથી તેણે આ પગલું ભર્યું હતું. ગળાફાંસો ખાતાં પહેલાં યુવકે યુવતીને વીડિયો કોલ કર્યો હતો અને ચાલુ વીડિયો કોલે જ આપઘાત કર્યો હતો.