મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ BMC સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. આજે, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને પરિણામો જાહેર કરવામાં આવેલ, જેમાં ભાજપ (૧૩૭ બેઠક) અને એકનાથ શિંદેની શિવસેના (૯૦ બેઠક). મહાવિકાસ અઘાડી (MVA): શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની NCP. આમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ ઠાકરેની MNS સાથે પણ કેટલીક બેઠકો પર જોડાણ કર્યું છે. કુલ વોર્ડ: ૨૨૭ બહુમતી માટે જરૂરી બેઠકો: ૧૧૪ જરૂરી રહેલ.આ વર્ષે મુંબઈમાં અંદાજે ૫૨.૯૪% મતદાન નોંધાયું હતું.

BMC એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, જેનું બજેટ (અંદાજે ૭૪,૦૦૦ કરોડ રૂપિયા) ગોવા કે મેઘાલય જેવા કેટલાક નાના રાજ્યોના બજેટ કરતા પણ વધારે છે. છેલ્લા ૨૫ વર્ષથી અહીં શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ પક્ષના ભાગલા પડ્યા બાદ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ રહ્યો હતો.

ગુજરાતી મતદારોની ભૂમિકા મહત્વની રહી, મુંબઈના ઘાટકોપર, મુલુન્ડ, કાંદિવલી અને બોરીવલી જેવા વિસ્તારોમાં ગુજરાતી મતદારોનું વર્ચસ્વ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મતદારો ‘કિંગમેકર’ માનવામાં આવે છે. મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ગઢબંધનના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવેલ. સૌ કાર્યકર્તાઓ માં ઉત્સાહ જોવા મળેલ.

આ ઉજવણી માં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિ ના સભ્યો, વોર્ડ પ્રભારીઓ, સેલ મોરચા ના અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જામનગર મહામાનગર મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકર ની અખબારી યાદી માં જણાવવામાં આવેલ છે.

