Gujarat

કોડીનાર એસટી ડેપોમાં નવા બસ રૂટનો શુભારંભ અને ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત

આજરોજ કોડીનાર એસટી ડેપોમાં કોડીનાર–ગીર ગઢડા બસના નવા રૂટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ડેપોમાં આધુનિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું, જે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકીના વરદ હસ્તે કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ શુભ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના લોકલાડીલા ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ બારડ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતુભાઈ પરમાર, કોડીનાર શહેર ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ પરમાર તેમજ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુસાફરોને વધુ સુવિધા, સ્વચ્છતા અને સુગમ પરિવહન સુલભ બને તે માટે એસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પગલાં અંગે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત અમરેલી વિભાગના વિભાગ નિયામકના માર્ગદર્શન હેઠળ ડેપો મેનેજરના ઇન્ચાર્જ શ્રી હસમુખભાઈ ગોંડલીયા, ટી.આઈ. શ્રી ધર્મેન્દ્રભાઈ નિમાવત, એ.ટી.આઈ. શ્રી કરસનભાઈ મોરી તેમજ શ્રી અજીતભાઈ બારડ હાજર રહ્યા હતા.

નવા બસ રૂટના શુભારંભથી મુસાફરોને આવન-જાવનમાં વધુ સગવડ મળશે, જ્યારે ઑટો ક્લિનિંગ મશીન શરૂ થતાં બસોની સ્વચ્છતા અને જાળવણીમાં નોંધપાત્ર સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

રિપોર્ટર : પરેશ લશ્કરી