Gujarat

જામનગરમાં BSNLના કોપર કેબલની ચોરીનો મામલો

જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરવા બદલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 35 હજાર રૂપિયાનો ચોરાયેલો કેબલ પણ કબજે કર્યો છે.

BSNL કંપની દ્વારા અલિયાબાડા રોડ પર એક ખાડો ખોદીને તેમાં 400 પેરનો આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો. અજાણ્યા તસ્કરો આ કેબલ ચોરી ગયા હતા, જેની કિંમત 35,000 રૂપિયા આંકવામાં આવી હતી.

આ અંગે BSNLના કર્મચારી સંજય મહાદેવભાઈએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ એમ.એન. શેખ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે અલિયા ગામના મયુર ભાણાભાઈ વિરડા (ઉંમર 26) અને જગદીશ ઉર્ફે જગો જેલાભાઈ રાઠોડ (ઉંમર 26) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરાયેલો 35,000 રૂપિયાની કિંમતનો કોપર કેબલનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો.