Gujarat

રાજકોટ કુવાડવા ગામ પાસે ગુજરાત ગેસના પંપ નજીક વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ કુવાડવા ગામ પાસે ગુજરાત ગેસના પંપ નજીક વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

રાજકોટ શહેર તા.૧૭/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન દિલીપભાઇ બોરીયા તથા રાજેશભાઇ જળુ તથા વિશાલભાઇ દવે નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે કુવાડવા ગામ પાસે આવેલ ગુજરાત ગેસના પંપ નજીક રોડ ઉપરથી આરોપીને આઇસર ટ્રક રજી.નં.GJ-23-AW-5219 જે નંબર પ્લેટ ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવા માટે ખોટી લગાડેલ હોય જે આઇસર ટ્રકના સાચા રજી.નં.DD010 9143 ના છે. જે આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટના ગે.કા. વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્રજેશકુમાર રામાશ્રય વર્મા ઉ.૨૯ રહે.સરયા ગુલાબ સવ ગામ તાલેહ રોડ થાના.નગરા જી.બલીયા. ઈંગ્લીશ દારૂનો જથ્થો તથા આઈસર મળી કુલ કિ.૬૩,૮૩,૫૮૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260117-WA0031.jpg