રાજકોટ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી કરવાના બહાને રોકડ રકમ સેરવી લેતા ૩ શખ્સોને પકડી પાડતી આજીડેમ પોલીસ.
રાજકોટ શહેર તા.૧૮/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એ.બી.જાડેજા ની રાહબરીમાં એસ.વી.ગોહિલ તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ કર્મચારીઓ પિયુષભાઇ ચિરોડીયા તથા ભરતભાઇ જોગીયા તથા ગોપાલભાઇ બોળીયા તથા દેવાભાઇ ધરજીયાને મળેલ સંયુક્ત હકીકત આધારે કોઠારીયા રોડ દિવ્યતેજ સ્કુલની સામે જાહેર રોડ ઉપરથી ઇસમોને આજીડેમ પોલીસ સ્ટેશન BNS કલમ-૩૦૫(બી),૫૪ મુજબના ગુન્હાના કામે ચોરીમાં ગયેલ રોકડા રૂ.૩૦,૦૦૦ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) ઇકબાલભાઇ જીવાભાઇ માજોઠી ઉ.૪૦ રહે.માજોઠીનગર મેઇન રોડ બાપા સીતારામની મઢુલી સામે દૂધસાગર રોડ રાજકોટ (૨) કીશન વિનુભાઇ દેત્રોજા જાતે.પટેલ ઉ.૩ર રહે.રઘુનંદન પાર્ક મેઇન રોડ સ્વામીનારાયણ સ્કુલની સામે માંડા ડુંગર રાજકોટ (૩) કાજલ ધીરૂભાઇ રાઠોડ જાતે.દેવીપુજક ઉ.૩૦ રહે.રઘુનંદન પાર્ક મેઇન રોડ સ્વામીનારાયણ સ્કુલની સામે માંડા ડુંગર રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


