જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે બપોરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના ૮ જવાનો ઘાયલ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૩ જવાનોને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આ ઘટના કિશ્તવાડના ઉપરના જંગલ વિસ્તાર સોનારની છે. અહીં સેનાની વ્હાઇટ નાઇટ કોરનું આતંકવાદીઓ વિરુદ્ધ ‘ઓપરેશન ત્રાશી-૧‘ ચાલુ છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથે જવાનોની અથડામણ થઈ. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. ૨-૩ આતંકવાદીઓને જવાનોએ ઘેરી લીધા હતા. ત્યારે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. અધિકારીઓએ જણાવ્યું છે કે આ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓની શોધખોળ હજુ પણ ચાલુ છે. વિસ્તાર પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. સ્નિફર ડોગ્સની પણ મદદ લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના, ઝ્રઇઁહ્લ સર્ચ ઓપરેશનમાં લાગેલા છે.

