અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે (૧૯ જાન્યુઆરી) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા ખરાબ સંકેતો વચ્ચે ઘરેલુ બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા. શરૂઆતી કારોબારમાં મ્જીઈ સેન્સેક્સ લગભગ ૬૦૦ અંક ઘટીને ૮૨,૯૫૦ ના સ્તરની નજીક આવી ગયો. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૦૦ અંકોથી વધુ તૂટીને ૨૫,૫૦૦ ના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ગિફ્ટ નિફ્ટીમાં સવારથી જ ૧૫૦ થી વધુ અંકોનો ઘટાડો જાેવા મળી રહ્યો હતો, જેની અસર દલાલ સ્ટ્રીટ પર પણ જાેવા મળી. બજારમાં આ ઘટાડાનું સૌથી મોટું કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું તે નિવેદન છે, જેમાં તેમણે યુરોપિયન દેશો પર ભારે ટેક્સ (ટેરિફ) લગાવવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત રિલાયન્સ અને ICICI બેંક જેવા મોટા શેરોમાં વેચવાલીથી પણ રોકાણકારોની ભાવના બગડી છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪માં તેજી અને ૧૬માં ઘટાડો છે. રિલાયન્સ અને ૈંઝ્રૈંઝ્રૈં બેંકના શેરમાં ૩% સુધીનો ઘટાડો છે. જ્યારે ઇન્ડિગો, ટેક મહિન્દ્રા અને ૐેંન્ના શેરમાં ૪% સુધીનો ઉછાળો છે. દ્ગજીઈના ૈં્, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસમાં ૨% સુધીનો ઘટાડો જાેવા મળી રહ્યો છે.
શેરબજારમાં ઘટાડાના મોટા કારણો
૧. ટ્રમ્પની ટેરિફની ધમકીથી ગ્લોબલ માર્કેટમાં ઘટાડો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ગ્રીનલેન્ડને લઈને યુરોપિયન દેશોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જે દેશો તેમની યોજનાઓનો વિરોધ કરશે, તેમના પર ભારે આયાત શુલ્ક (ટેરિફ) લાદવામાં આવશે. આ નિવેદન પછી અમેરિકાથી લઈને એશિયા સુધીના બજારોમાં ડરનો માહોલ છે. જાણકારોનું કહેવું છે કે જાે ટ્રેડ વોર જેવી સ્થિતિ સર્જાય છે, તો આવનારા દિવસોમાં બજારમાં વધુ અસ્થિરતા જાેવા મળી શકે છે.
૨. રિલાયન્સ અને ICICI બેંકના શેરોમાં દબાણ
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (ઇૈંન્) ના ત્રીજા ક્વાર્ટર (ઊ૩) ના પરિણામો આવ્યા પછી આજે તેના શેરોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રિલાયન્સનો નફો અપેક્ષા મુજબ રહ્યો છે, પરંતુ માર્જિનમાં હળવો ઘટાડો થતાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું. જ્યારે ૈંઝ્રૈંઝ્રૈં બેંકના પરિણામો પણ ઇન-લાઇન રહ્યા, તેમ છતાં શરૂઆતી કારોબારમાં શેર લગભગ ૩% સુધી તૂટી ગયો. ભારે વેઇટેજ ધરાવતા આ બંને શેરો ઘટવાથી નિફ્ટી પર દબાણ વધી ગયું છે.
૩. વિદેશી રોકાણકારો સતત પૈસા કાઢી રહ્યા છે
ભારતીય બજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા પૈસા કાઢવાનો સિલસિલો અટકતો નથી. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં તેઓ લગભગ ૧૬,૬૦૦ કરોડ રૂપિયાનું વેચાણ કરી ચૂક્યા છે. જાેકે, સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વૈશ્વિક દબાણ સામે આ સપોર્ટ ઓછો પડતો દેખાઈ રહ્યો છે.
૪. સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, ડોલર મજબૂત થયો
દુનિયાભરમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગ વધી ગઈ છે. આજે સવારે સોનું લગભગ ૧.૬% ના વધારા સાથે ઇં૪,૬૭૦ ને પાર નીકળી ગયું, જે એક નવો રેકોર્ડ છે. ચાંદીની કિંમતોમાં પણ ૩% થી વધુનો ઉછાળો જાેવા મળ્યો. બીજી તરફ, ટ્રમ્પના નિવેદનો પછી ડોલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, જેનાથી ભારતીય રૂપિયો પણ દબાણમાં છે.
ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર
એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી ૦.૯૬% ઉપર ૪,૮૮૭ પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ ૦.૯૭% નીચે ૫૩,૪૧૨ પર કારોબાર કરી રહ્યો છે.હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ૦.૯૯% નીચે ૨૬,૫૭૮ પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૧૩% ઉપર ૪,૧૦૭ પર કારોબાર કરી રહ્યો છે.૧૬ જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જાેન્સ ૦.૧૭% ઘટીને ૪૯,૩૫૯ પર બંધ થયો. નાસ્ડેક ૦.૦૬૨% અને જીશ્ઁ-૫૦૦ ૦.૦૬૪% ઘટ્યો હતો.
વિદેશી રોકાણકારોએ ?૪,૩૪૬ કરોડના શેર વેચ્યા
૧૬ જાન્યુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ ?૪,૩૪૬ કરોડના શેર વેચ્યા. આ સમયગાળા દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ ?૩,૯૩૫ કરોડના શેર ખરીદ્યા. ડિસેમ્બર ૨૦૨૫માં હ્લૈંૈંજ એ કુલ ?૩૪,૩૫૦ કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, બજારને સંભાળી રહેલા ડ્ઢૈંૈંજ એ ?૭૯,૬૨૦ કરોડના શેર ખરીદ્યા હતા.
આગળ શું થશે: આ ટ્રિગર્સ પર રહેશે નજર
બજારના નિષ્ણાતોનું માનવું છે કે આ આખા અઠવાડિયે બજારમાં ઉતાર-ચઢાવ રહેશે. રોકાણકારોની નજર હવે ચીનના જીડીપી આંકડા અને યુરોપના મોંઘવારી દર (ઝ્રઁૈં) ના ડેટા પર છે. જાે વૈશ્વિક ડેટા અપેક્ષા કરતાં ખરાબ આવે છે, તો ઘટાડો વધી શકે છે.ભારતમાં હાલમાં ત્રિમાસિક પરિણામોની સીઝન ચાલી રહી છે, તેથી પસંદગીના શેરોમાં એક્શન જાેવા મળતી રહેશે. તકનીકી રીતે નિફ્ટી માટે ૨૫,૫૦૦ નું સ્તર એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરી શકે છે.
શુક્રવારે સેન્સેક્સ ૧૮૭ અંક વધીને બંધ થયો હતો
ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવારે (૧૬ જાન્યુઆરી) શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ ૧૮૭ પોઈન્ટ વધીને ૮૩,૫૭૦ પર બંધ થયો. નિફ્ટી પણ ૨૮ પોઈન્ટ વધ્યો, તે ૨૫,૬૯૪ ના સ્તરે બંધ થયો હતો.

