National

શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ ૨૨,૫૩૦ કરોડ પાછા ખેંચ્યા

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર નવા વર્ષમાં પણ ચાલુ છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ જાન્યુઆરીના પહેલા ૧૫ દિવસમાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ?૨૨,૫૩૦ કરોડના શેર વેચી દીધા છે. ગયા અઠવાડિયે માત્ર ચાર કારોબારી સત્રોમાં જ વિદેશી રોકાણકારોએ ?૧૪,૨૬૬ કરોડની વેચવાલી કરી.
રજાના કારણે ગયું અઠવાડિયું ટૂંકું હતું, તેમ છતાં વેચવાલીની ગતિ ખૂબ જ ઝડપી રહી. માર્કેટ નિષ્ણાતોના મતે વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને ભારતમાં શેરના ઊંચા વેલ્યુએશનને કારણે વિદેશી રોકાણકારો પોતાનો પૈસો પાછો ખેંચી રહ્યા છે.

આઇટી સેક્ટરના સારા પરિણામોની અસર નહીં
મોટી આઇટી કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા છે. તેમ છતાં બજારમાં તેજી પાછી ફરી રહી નથી. રેલિગેર બ્રોકિંગના અજીત મિશ્રાના મતે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓ અને વિશ્વભરમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ આઇટી કંપનીઓના સારા પરિણામો પર ભારે પડી રહ્યા છે.
રોકાણકારોમાં એ વાતનો ડર છે કે આવનારા સમયમાં ગ્લોબલ ટ્રેડ પોલિસી કેવી રહેશે, તેથી તેઓ નફાખોરી કરી રહ્યા છે.

૨૦૨૫માં ?૧.૬૬ લાખ કરોડની રેકોર્ડ વેચવાલી થઈ હતી
ડિસેમ્બર ૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ ?૨૨,૬૧૧ કરોડના શેર વેચ્યા હતા. જાે આખા વર્ષ ૨૦૨૫ની વાત કરીએ, તો વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી કુલ ?૧,૬૬,૨૮૬ કરોડની ઉપાડ કરી છે. આ બજાર માટે એક મોટું દબાણ બની રહ્યું છે, જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે.

પૈસા ઉપાડવાના ૩ મોટા કારણો
માર્કેટ એક્સપર્ટ વી કે વિજયકુમારે વિદેશી રોકાણકારોના આ વર્તન પાછળ ત્રણ મુખ્ય કારણો જણાવ્યા છે:

ઉચ્ચ વેલ્યુએશન: ભારતીય શેરબજાર અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં ખૂબ મોંઘું થઈ ગયું છે. વિદેશી રોકાણકારોને લાગે છે કે હવે અહીંથી વધુ નફો કમાવવો મુશ્કેલ છે.
છૈં ટ્રેડની અસર: દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં) સંબંધિત કંપનીઓમાં રોકાણ વધી રહ્યું છે. રોકાણકારો ભારત જેવા પરંપરાગત બજારોમાંથી પૈસા કાઢીને એવા સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે જ્યાં ભવિષ્યમાં વધુ વૃદ્ધિ દેખાઈ રહી છે.

રૂપિયામાં નબળાઈ: સતત વેચવાલીના કારણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ઘણો નબળો પડ્યો છે. આનાથી વિદેશી રોકાણકારોના નફા પર અસર પડે છે, તેથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નિષ્ણાતોની સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ

સાવચેતીપૂર્વક રોકાણ કરો રેલિગેર બ્રોકિંગના અજીત મિશ્રાએ રોકાણકારોને સલાહ આપી છે કે હાલમાં બજારનું વાતાવરણ મિશ્ર છે. વૈશ્વિક અને સ્થાનિક બંને મોરચે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં, રોકાણકારોએ વધુ પડતી ઉધાર લેવાથી અથવા મોટા દાવ લગાવવાથી બચવું જાેઈએ. તેમણે સૂચવ્યું કે આ સમયે ફક્ત સારી ગુણવત્તાવાળા ‘લાર્જ-કેપ‘ અને મોટા ‘મિડકેપ‘ શેરો પર જ ધ્યાન આપવું જાેઈએ. ખાસ કરીને તે ક્ષેત્રોમાં રોકાણ કરવું સુરક્ષિત હોઈ શકે છે જ્યાં સંસ્થાકીય રોકાણકારોની રુચિ જળવાઈ રહી છે, જેમ કે- આઇટી (ૈં્), મેટલ્સ અને પસંદગીની પીએસયુ (ઁજીેં) કંપનીઓ.