અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ ૧૦ના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને નકારી કાઢી છે. વિદ્યાર્થીઓ વચ્ચે લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હતી.
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની ૧૦૦ મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ કરી છે. આ ગેંગવોરના દૃશ્યો જાેઈ કોઈ ન કહે કે આ ધો.૧૦ના વિદ્યાર્થીઓ છે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
આ મામલે ડ્ઢઈર્ં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં પરીક્ષા આપીને વિદ્યાર્થી બહાર આવ્યો, ત્યારે કેટલાક લોકોએ ભેગા મળીને હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા તાત્કાલિક સ્કૂલના સંચાલક પાસેથી અહેવાલ મંગાવ્યો છે. સ્કૂલના સંચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે ખસેડ્યો હતો. વિદ્યાર્થીને હાલ પ્રાથમિક સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે.
આ ઘટના અંગે નેશનલ સ્કૂલ ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, તમારી સ્કૂલથી જ ૧૦૦ મીટર દૂર આ ઘટના બની છે, જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે અંદરો-અંદર ઝઘડો થયો હતો. જે દરમિયાન બહારથી આવેલા કેટલાક વિદ્યાર્થીઓએ અમારા સ્કૂલના વિદ્યાર્થીને માથામાં કડુ માર્યું હતું. અમારા સ્કૂલના વિદ્યાર્થીને ઇજા થતા તેને અમારા ખર્ચે સારવાર આપવામાં આવી છે. સામાન્ય સારવાર આપ્યા બાદ તેને વાલી સાથે પરત ઘરે મોકલી દેવામાં આવ્યો છે. તેમજ વિદ્યાર્થીને એવું પણ કહ્યું છે કે, જાે આવું કંઈ પણ થાય તો તમારે તરત જ સ્કૂલમાં આવવું જાેઈએ. આપણું કામ શિક્ષણ લેવાનું છે, ભણવાનું છે, મારામારી કરવાનું નથી.

