Gujarat

માણસામાં બિનવારસી સ્વીફ્ટ અને બ્રેઝામાંથી ૧૯૪૪ નંગ વિદેશી દારૂ ઝડપાયો, ૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર એલસીબી-૨ ની ટીમ દ્વારા આજે વહેલી સવારે માણસાના અનોડીયા-લાકરોડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીને બે ગાડીમાંથી વિદેશી દારૂની ૧૯૪૪ બોટલો સહિત કુલ ૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જાેકે ત્રણ રસ્તા પાસે પોલીસની નાકાબંધી જાેઈ બુટલેગરો દારૂ ભરેલી બંને ગાડીઓ મૂકીને નદી તરફ નાસી જવામાં સફળ રહ્યા છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી.પરમારની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, હિંમતનગરથી પ્રાંતિજ થઈને વિદેશી દારૂનો મોટો જથ્થો સાબરમતી બ્રિજ પરથી અનોડીયા તરફ પસાર થવાનો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમે અનોડીયા-લાકરોડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવીને વાહનો દ્વારા રોડ પર આડશ કરી દેવાઈ હતી.

આ દરમિયાન સાબરમતી બ્રિજ પરથી બે સફેદ કલરની શંકાસ્પદ ગાડીઓ આવતી જાેવા મળી હતી. પરંતુ પોલીસની આડશ જાેઈને બંન્ને ગાડીના ચાલકો પાંચસો મીટર દૂર ગાડીઓ ઉભી રાખીને નદી તરફના કાચા રસ્તે ભાગી છૂટ્યા હતા. બાદમાં પોલીસે બિનવારસી બંન્ને ગાડીઓની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જે પૈકી સફેદ કલરની સ્વીફ્ટ ગાડી માંથી ૩.૮૬ લાખથી વધુની કિંમતનો દારુ બિયર નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે બીજી સફેદ બ્રેઝા ગાડી (નં ય્ત્ન૦૧-ઇફ-૪૨૪૮) માંથી ૩.૨૮ લાખથી વધુની કિંમતનો દારુ બિયરનો ૭૪૪ નંગ જથ્થો મળી આવ્યો હતો. આમ એલસીબીએ કુલ ૧૯૪૪=નંગ દારૂ બિયરના જથ્થા સહિત બન્ને ગાડીઓ મળીને કુલ રૂ.૧૯.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.