રાજસ્થાન
જેસલમેરમાં પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં કવાયત દરમિયાન ૧૦૫ દ્બદ્બની બંદૂકની ગોળી ટાર્ગેટ પહેલા વિસ્ફોટ થઈ હતી. જેમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. તે જ સમયે, ૨ અન્ય સૈનિકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનામાં ઉત્તર પ્રદેશના આગરા નિવાસી ૩૨ વર્ષીય મ્જીહ્લ જવાન સતીશ કુમાર છત્રપાલ સિંહમા પુત્ર શહીદ થયા હતા.રાજસ્થાનના જેસલમેરમાં કિશનગઢ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં રવિવારે કવાયત દરમિયાન બોર્ડર સિક્યોરિટી ફોર્સનો એક જવાન શહીદ થયો છે. જ્યારે ચાર જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે જવાનના નિધનના સમાચારથી તેમના ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. જેસલમેરના કિશનગઢ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં નિયમિત કસરત કરવામાં આવે છે. રવિવારે પણ ભારત-પાકિસ્તાન સરહદ પર સ્થિત કિશનગઢ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મ્જીહ્લ પંજાબ ફ્રન્ટિયરના જવાનો મોર્ટાર વડે ગોળીબારની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ દરમિયાન, મોર્ટાર શેલ અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે નજીકમાં ઉભેલા જવાન સંદીપ સિંહ અને અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તમામને તાત્કાલિક રામગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રામગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાન સંદીપ સિંહનું મોત નીપજ્યું હતું. સાથે જ અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસના આદેશ આપ્યા છે. ધનબાદના ટુંડી જિલ્લાના શહીદ બીએસએફ જવાન સંદીપ સિંહ સ્વર્ગસ્થ સઘુનાથ સિંહના ત્રણ પુત્રોમાં સૌથી નાના પુત્ર હતા. તેમણે ૨૦૧૧માં મ્જીહ્લમાં યોગદાન આપ્યું હતું. જ્યારે ૨૦૧૭માં સીમા દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમને અઢી વર્ષની પુત્રી છે. તેમના મૃત્યુના સમાચાર પછી, સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પરિવારજનો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવાર સુધીમાં મૃતદેહને ગામમાં લાવવામાં આવશે, જ્યાં પરંપરાગત વિધિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.