રાજકોટ ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થાની હેર-ફેર કરતા ઇસમને પકડી પાડતી LCB ઝોન-૧ ટીમ.
રાજકોટ શહેર તા.૧૯/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એમ.કે.મોવલીયા તથા એલ.સી.બી.ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હિતેશભાઇ પરમાર તથા નીખીલભાઇ પીરોજીયા તથા નીલેશભાઇ જમોડ નાઓને સંયુક્ત બાતમી આધારે આજીડેમ પો.સ્ટે વિસ્તારના ભાવનગર રોડ કાળીપાટ ચોકડી પાસેથી જાહેર રોડ પરથી આરોપીને ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડના અંગ્રેજી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સંજય રમેશભાઇ કાછડીયા ઉ.૪૦ રહે.આજીડેમ માનસરોવર સોસાયટી શેરીનં.૨ રાજકોટ. મારૂતી સુઝીકી કંપનીની ઇકો કાર નં.GJ-03-JR-3655 કી.૪,૦૦,૦૦૦ અલગ-અલગ બ્રાન્ડનો ઇગ્લીશ દારૂનો જથ્થો કી.૩,૭૫,૬૦૦ સહિત કુલ કી..૭,૭૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


