રાજકોટ થોરાળા પોલીસ સ્ટેશન ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ ગુન્હો દાખલ કરેલ.
રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૬ ના રોજ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C) નો કાયદો ગુજરાત રાજયમાં અમલમાં હોય, જેનો ઉદ્દેશ સંગઠીત ગુના આચરતી ટોળી ORGANISED CRIME SYNDICATE ના સાગરીતો એકબીજા સાથે મળી સંગઠીત થઇ ગુના આચરતી ટોળી ને નિયંત્રણ લેવા માટે નો છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા શહેર વિસ્તારમાં ઓડીયા ગેંગ નામની ટોળકીના સાગરીતો દ્વારા ખૂન, ખુનની કોશિશ, ધમકીઓ, અપહરણ, લુંટ કરવી, બગાડ કરવો, ગેરકાયદેસર મંડળ રચી હુમલા કરવા ધરફોડ ચોરીઓ, ફરજમાં રૂકાવટ, તેમજ દારૂ જેવા ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાના બદઇરાદા પાર પાડતા હોય જેથી આ સંગઠીત ગુના આચરતી ટોળી ને નિયંત્રણમાં લેવા માટે ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરતા ઇસમનો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગંભીર ગુન્હાઓ કરવામા તેઓને કયા કયા આરોપીઓની મદદ મેળવેલ તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે. અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતી ટોળી બાબતે માહિતી મેળવી તેઓ વિરુધ્ધ દાખલ થયેલ ગુનાઓની વિગત મેળવવામા આવેલ. રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અવેશ અયુબભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શેરીનં.૧ ઓડીયા પાન પાસે ભાવનગર રોડ રાજકોટ. વિસ્તારમાં પોતાની ગુનાહીત પ્રવૃતિ ચલાવવા માટે પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગુનાઓ આચરવા માટે સંગઠીત ગુના આચરતી ટોળી ORGANISED CRIME SYNDICATE બનાવેલ જે ઓડીયા ગેંગ તરીકે ઓળખાય છે. આ ગેંગ દ્રારા સને-૨૦૧૬ થી સને-૨૦૨૫ દરમ્યાન રાજકોટ શહેરમાં આ ટોળકી દ્વારા પોતાની ધાક ઉભી કરવા સારૂ પ્રાણઘાતક હથિયારો વડે ખુન, ખુનની કોશિશ, ગંભીર ઇજાઓ, ગેરકાયદેસર પ્રવેશ કરી અપહરણ કરવું, લુંટ કરવી, બગાડ કરવો, મંડળી રચી હુમલા કરવા તેમજ સરકારી અધિકારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવો, ગૃહ પ્રવેશ, આર્મસ હથિયાર ધારણ કરવા, એટ્રોસીટી એકટ જેવા ગુનાઓ આ ગેંગના તમામ સાગરીતો છેલ્લા ઘણા સમયથી જુદા-જુદા અનેક પ્રકારના અરસ-પરસ મીલાપીપણાથી તથા સ્વતંત્ર રીતે ગુનાઓ આચરે છે તેઓની આ પ્રવૃતિ સતત ચાલુ રહેલ છે, તેઓ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે, તેઓની આ ગેરકાયદેસર ગતિવીધી આજીવીકા સાધન બની ગયેલ છે આ ગેંગ દ્રારા સને-૨૦૧૬ થી સને-૨૦૨૫ દરમ્યાન રાજકોટ શહેરમાં કુલ-૧૫ ગંભીર પ્રકારના ગુના G.C.T.O.C. Act-૨૦૧૫ ની કલમ-૨(૧) (સી) માં પરીભાષીત જોગવાઇ મુજબ ધ્યાને આવેલ છે. જેથી આવી ટોળીના આરોપીઓ વિરૂધ્ધ સખત કાયદેસરની કાર્યવાહી કરી તેની ટોળી દ્વારા આચરવામા આવતા ગુન્હાઓ અટકાવવા ખુબજ જરૂરી હોય. અવેશ અયુબભાઇ ઓડીયા તથા તેની ટોળીના અન્ય ૯ મળી કુલ-૧૦ સભ્યો વિરૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આધારે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ (G.C.T.O.C) ની કલમો મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. (૧) અરબાઝ રફીકભાઇ રાઉમા રહે.નવા થોરાળા શેરીનં.૨ શાળાનં.૨૯ ની પાછળ ભાવનગર રોડ રાજકોટ (૨) સબ્બીર ઉર્ફે બોદુ સતારભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શેરીનં.૧૦ શાળાનં.૨૯ સામે રાજકોટ (૩) ઇમ્તીયાજ આબીદભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શાળાનં.૨૯ ની સામે ભાવનગર રોડ રાજકોટ (૪) નયન જયોતીષભાઇ દાફડા રહે,નવા થોરાળા શેરીનં.૨ સ્વામીનારાયણ મંદિરની પાછળ રાજકોટ (૫) આબીદ ગનીભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શેરીનં.૧ સરસ્વતી શિશુ મંદિર સામે રાજકોટ (૬) અનીશ આબીદભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શેરીનં.૧ રાજકોટ (૭) અબ્દુલ અનવરભાઇ દલ રહે.નવા થોરાળા શેરીનં.૧૫ મચ્છો ડેરી સામે રાજકોટ (૮) શાહિદ અશરફભાઇ ઓડીયા રહે.નવા થોરાળા શેરીનં.૨ સ્વામીનારાયણ મંદિર પાસે રાજકોટ (૯) મીત કિશોરભાઇ પરમાર રહે. નવા થોરાળા શેરીનં.૮ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

