Gujarat

વડોદરામાં ૩ વર્ષ બાદ પણ ૫૦ ટકા કામગીરી બાકી

વડોદરા
વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ વર્ષ ૨૦૧૮માં સિટી બસના રૂપિયા ૨૪ કરોડનો પ્રોજેકટ શરૂ કર્યો હતો, જેને એક વર્ષમાં પૂરો કરી લોકોના ઉપયોગ માટે સોંપવાનો હતો. પરંતુ, ત્રણ વર્ષ બાદ પણ માત્ર ૫૦ ટકા જેટલી જ કામગીરી થઈ છે. પ્રોજેક્ટ હજી પણ અધૂરો છે. સ્માર્ટ સિટીમાં ૧૫૦ બસને હાઇટેક બનાવવાની હતી. હાઇટેક બસમાં બે કેમેરા, જી.પી.એસ સિસ્ટમ અને ડ્રાઈવર ડિસ્પ્લે યુનિટ લગાવવાનું હતું, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટીના સીઇઓ સુધીર પટેલે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી અંતર્ગત લેવાયેલા શહેરી બસ સેવામાં હજી ૭૫ બસમાં સિસ્ટમ લગાવવાની બાકી છે. સાથે સર્વર નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની કામગીરી બાકી છે. પરિણામે લોકોને બસની અવર જવરની માહિતી મળી રહી નથી. સાથે જ સ્માર્ટ સિટીનો સિટી બસનો પ્રોજેક્ટ ધીમી ગતિએ ચાલી રહ્યા હોવાનો કારણે સ્માર્ટ સિટીના રેંકિંગમાં વડોદરા પાછળ ધકેલાયું છેઆ ઉપરાંત શહેરના ૧૧૦ બસ સ્ટોપ પર લોકો બસની માહિતી મેળવી શકે તે માટે ન્ઈડ્ઢ સ્ક્રીન અને ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવાની યોજના હતી. સ્માર્ટ સિટી કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની ઉદાસીનતાના કારણે માત્ર ૭૫ બસમાં જ સિસ્ટમ લગાવાઈ છે. જ્યારે ૮૯ બસ સ્ટોપ પર ન્ઈડ્ઢ સ્ક્રીન અને કેમેરા લગાવ્યા છે. જે હાલમાં બિનઉપયોગી છે. કેમ કે હાલમાં કેમેરા પણ નથી ચાલતા કે ન્ઈડ્ઢ સ્ક્રીનમાં કોઈને માહિતી પણ મળતી નથી. કરોડોના ખર્ચે બાદ પણ બસ સ્ટોપ પર લોકોને બેસવા માટે યોગ્ય સુવિધા નથી. બસ સ્ટોપ પર ગંદકી છે. સાથે જ બસ સ્ટોપ શ્રમિકો આરામનું સ્થળ બની ગયા છે. તો કેટલાક લોકોએ દબાણ પણ કરી દીધું છે. પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતાએ સ્માર્ટ સિટીના તમામ પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તમામ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનું માધ્યમ બન્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ, સ્માર્ટ સિટી બનાવવાના પ્રોજેક્ટો પૈકી મોટા ભાગના પ્રોજેક્ટો કાગળ ઉપરના ઘોડા જેવા પુરવાર થયા છે. જૈ પૈકી વડોદરા શહેરમાં ૨૪ કરોડ રૂપિયાના ખર્ચે વડોદરા શહેરમાં ૧૫૦ હાઇટેક સિટી બસ શરૂ કરવાની હતી. પરંતુ, આ પ્રોજેક્ટની સમય મર્યાદા પૂરી થઇ ગઇ છતાં, આ પ્રોજેક્ટ પૂરો થયો નથી. કોર્પોરેશન દ્વારા શહેરમાં ૫૦ ટકા હાઇટેક બસો દોડી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો વળી હાઇટેક બસ સ્ટેન્ડો બનાવવા પાછળ ખર્ચેલા નાણાં બિન ઉપયોગી પુરવાર થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *