રાજકોટ અપહરણ, એટ્રોસીટી, દુષ્કર્મનાં ગુન્હાના આરોપીને ફરાર પેરોલ જમ્પ કેદીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ શહેર તા.૨૪/૧/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન અમારી ટીમના હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે કાચા કામનો ફરાર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ગઈ તા.૭/૫/૨૦૨૫ થી ફરાર થયેલ હોય જે ફરાર કેદીને જાવરા ગામ જી.રતલામ રાજ્ય મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામા આવેલ છે. અકબર ઉર્ફે હકુભા અબ્દુલભાઇ ખીયાણી ઉ.૬૦ રહે.મોરબી હાઉસ પાસે ભીસ્તીવાડનાં ખુણે રાજકોટ. બી-ડીવીઝન પો.સ્ટે. IPC કલમ-૩૭૬(૨)(એન)(૩), ૩૬૩, ૩૬૬, ૫૦૪, ૫૦૬ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


