રાજકોટ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ વાહન ચોરી તથા ચીલઝડપનો અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૫/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપી ઓને શોધી કાઢવા માટે રાજકોટ શહેરમાં ભીડભાડ વાળી જગ્યાએ તેમજ માણસો ખરીદી કરવા આવતા હોય તે લોકો વાહન પાર્ક કરી જતા હોય તે વાહનોની ચોરી થતી હોય, જેથી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અંગે સુચના કરેલ હોય જે સુચના અન્વયે P.I એમ.આર.ગોડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા આર.કે.ગોહીલ તથા તેમની ટીમના માણસો વિજયસિંહ જાડેજા તથા જયદેવસિંહ પરમાર તથા મોહીલરાજસિંહ ગોહીલ, તુલશીભાઈ ચુડાસમા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે તેમજ ચોકકસ સોર્સીસ તેમજ ઇ-ગુજકોપ પોકેટ કોપની મદદથી રીક્ષા તથા મોબાઈલ ફોન સાથે ઇસમને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. કાનો રાજુભાઈ રાવલ ઉ.૩૦ રહે.ભગવતીપરા મે.રોડ, ગુલાબનો ઢાળીયો રાજકોટ. બજાજ કંપનીની CNG ઓટો રીક્ષા રજી.નં.GJ-13-V-2520 કિ.૪૫,૦૦૦ કુલ કિં.૮૭,૦૦૦ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


