Gujarat

હરીપરમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

લાલપુર તાલુકાના હરીપર ગામમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી એમ.પી.એચ. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી અસ્વાર સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી.

વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર પરિસર દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર, ટી.ડી.ઓ., પી.આઈ. એલ.કે. ગલચર, આરોગ્ય અધિકારી, સરપંચ તુલસીભાઈ અકબરી સહિતના મહાનુભાવો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.