Gujarat

જમણવાવ પ્રાથમિક શાળામાં ડૉ. પિનલ ધામેલિયાના હસ્તે ધ્વજવંદન

પાલીતાણા તાલુકાની જમણવાવ પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યભરમાં ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ડૉ. પિનલ ધામેલીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેનાથી વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.