Gujarat

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી લુંટમાં ગયેલ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી લુંટમાં ગયેલ મોટરસાયકલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર તા.૨૮/૧/૨૦૨૬ ના રોજ રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તા.૨૬/૧/૨૦૨૬ ના રોજ0B.N.S. કલમ-૩૦૯(૪), ૩૫૨, ૩૫૧(૨), ૧૧૫(૨),૩(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય, લાખાજીરાજ ચોક પાસે અજાણ્યા ત્રણ ઇસમો મોટરસાયકલ રજી.નં-GJ-03-PE-4289 જેની કિં.રૂ.૫૦૦૦૦ વાળુ તથા ફરીયાદીનો મોબાઈલ ફોન કિ.૫૦૦૦ મળી કુલ રૂ.૫૫,૦૦૦ ની લુટ કરી ત્રણેય અજાણ્યા માણસો નાસી જઈ લૂટનો ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ હોય, P.I બી.વી.બોરીસાગર નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એ.ડીવીઝન સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ સાગરભાઈ માવદીયા તથા કનુભાઈ બસીયા તથા મહેશભાઇ ચાવડા તથા તથા ધર્મેશભાઈ ખંડેખા નાઓની સંયુકત હકીકત આધારે રામનાથપરા જુની જેલના જાપા પાસેથી એક ઇસમ એક શંકાસ્પદ (ચોરાઉ) મોબાઇલ ફોન તથા એક સપ્લેડર મો.સા. નં.GJ-03-PE – 4289 સાથે પકડી પાસે રહેલ સ્પ્લેડર મોટરસાઇકલના વેલીડ કાગળો તથા મોબાઇલ ફોનના બીલ માંગતા ન હોય, ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મોટરસાઇકલ તથા એક મોબાઇલ ફોન પોતે ચાર દીવસ પહેલા રાજકોટ શહેર લાખાજીરાજ રોડ ઉપર મારમારી છરી તેની પાસેથી મોબાઇલ ફોન લુટી લીધેલ હોવાની કબુલાત આપતા જે તમામને પકડી પાડી રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૯(૪), ૩૫૨, ૩૫૧(૨), ૧૧૫(૨), ૩/૫) મુજબનો લૂટના ગુન્હાને ડીટેકટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. (૧) સમીર ઇસ્માઇલભાઇ ચાનીયા ઉ.૨૪ રહે.દૂધ સાગર રોડ ગુ.હા.બોર્ડ ક્વાટર રાજકોટ (૨) સલીમ ગફારભાઇ ઠેબા ઉ.૨૪ રહે.કુવાડવા રોડ ડી-માર્ટ પાછળ સહીદ ઉધમસિંગ ટાઉનશીપ રાજકોટ (૩) અજરૂદીન હુસેનભાઇ સફીયા ઉ.૨૩ રહે.શંકર ટેકરી પાણીના ટાકા પાસે જામનગર.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260128-WA0025.jpg