રાજકોટ ખુનના ગુન્હાના મધ્યસ્થ જેલમાંથી રજા ઉપરથી ફરાર પેરોલ જમ્પ કેદીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેર તા.૨૯/૧/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન ટીમના મોહીલરાજસિંહ ગોહીલ, અર્જુનભાઇ ડવ તથા ગોપાલભાઇ પાટીલ તથા મયુરધ્વજસિંહ જાડેજા નાઓને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે કાચા કામનો ફરાર કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ હોય જે ફરાર કેદીને રાજકોટ શહેર ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે. રણજીત લાભુભાઇ પરમાર ઉ.૨૨ રહે.વાડીવાળા કવાર્ટર, બ્લોક નં-૩૪/૬૦૬ સાધુવાસવાણી રોડ રાજકોટ. ગાંધીગ્રામ-૨ (યુનિ.) પો.સ્ટે. IPC કલમ-૩૦૨,૩૦૭,૩૨૪, ૩૨૩,૧૪૩,૧૪૭ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


