જામનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા એક મહિલાનો ગુમ થયેલો રૂ, 18,000 ની કિંમતનો મોબાઈલ ફોન શોધી કાઢી પરત કરવામાં આવ્યો છે. તનવીબેન જયેશભાઈ સાવલાણી નામની મહિલાનો ફોન અંબર ચોકડી વિસ્તારમાંથી ગુમ થયો હતો.
આ ઘટના ગત 28 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે આશરે 6:30 વાગ્યાની આસપાસ બની હતી. તનવીબેન અંબર ચોકડી પાસે આવેલા બાવરી વાસમાં જમવાનું આપવા ગયા હતા. તે દરમિયાન તેમની એક્ટિવાના આગળના ખાનામાં રાખેલો મોબાઈલ ફોન ગુમ થયો હતો. તેમણે જણાવ્યું કે, તેઓ ત્યાં નાના બાળકોને બિસ્કિટનો નાસ્તો આપી રહ્યા હતા ત્યારે કોઈ બાળકે ફોન લઈ લીધો હતો.
આ અંગેની જાણ થતાં, ડો. રવિ મોહન સૈની અને DYSP જયવીરસિંહ ઝાલાની સૂચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સ્ટાફે સી.સી.ટી.વી. કેમેરા સર્વેલન્સની કામગીરી શરૂ કરી. PSI બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. પી.એ. ખાણધર, પો.કોન્સ. રીનાબા વાઘેલા, પારુલબા જાડેજા, વર્ષાબા જાડેજા, મિતલબેન સાવલિયા અને એન્જિનિયર પ્રિતેશ વરણ સહિતના સ્ટાફે અંબર ચોકડી વિસ્તારના અલગ-અલગ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ્યા.

