અમેરિકા
અરમાન બોલિવુડના દિગ્દર્શક રાજ કુમાર કોહલી અને અભિનેત્રી નિશીનો પુત્ર છે. જાેકે, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં તે પોતાનું મોટું નામ બનાવી શક્યો નહોતો. ૧૯૯૨માં ફિલ્મ ‘વિરોધી’થી કરિયરની શરૂઆત કરનાર અરમાને ઘણી ફિલ્મોમાં સપોર્ટિંગ રોલ કર્યા છે. જાેકે, સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં અરમાને વિલનનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા હતા. અરમાન બિગ બોસમાં પણ જાેવા મળ્યો હતો. તે આ શો જીતી શક્યો ન હતો, પરંતુ તેને આ શોથી લોકપ્રિયતા મળી હતી. અરમાનની ફિલ્મ ર્દ્ગં સ્ીટ્ઠહજ ર્દ્ગં આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અરમાન ઉપરાંત ગુલશન ગ્રોવર અને શરદ કપૂર લીડ રોલમાં જાેવા મળશે.ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો મામલો સામે આવ્યા બાદ દ્ગઝ્રમ્ બોલિવૂડ પર નજર રાખી રહ્યું છે. ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં અનેક સેલેબ્સના નામ સામે આવી ચૂક્યા છે. ડ્રગ્સ કેસમાં આ અગાઉ રિયા ચક્રવર્તી, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેને જામીન મળી ગયા હતા.આ સિવાય ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ પણ સામે આવ્યું હતું. ત્યારે હાલ ડ્રગ્સ કેસમાં ફસાયેલા એક્ટર અરમાન કોહલીની મુશ્કેલી વધતી જાેવા મળી રહી છે.અરમાન કોહલીની મુસીબતોનો અંત આવવાનુ નામ નથી લઈ રહ્યો. બોમ્બે હાઈકોર્ટે દ્ગડ્ઢઁજી કેસમાં અરમાનને જામીન આપવા મનાઈ કરી છે. તમને જણાવી દઈએ કે, એક્ટર અરમાન કોહલી ઓગસ્ટ ૨૦૨૧ થી ન્યાયિક કસ્ટડીમાં છે.જ્યારે અરમાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે દ્ગઝ્રમ્એ સ્પષ્ટ કર્યુ હતું કે, અરમાન ડ્રગ્સના(ડ્ઢિેખ્તજ) સેવનને લઈને ઘણા મોટા આરોપોનો સામનો કરી રહ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અરમાનની ધરપકડ કરતા પહેલા તેના ઘરે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન તેના ઘરેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.પૂછપરછ દરમિયાન જ્યારે અભિનેતાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. પૂછપરછ બાદ દ્ગઝ્રમ્ અધિકારીઓ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
